BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના અપૂર્વ મુનિનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જ્ઞાતિગત ભેદભાવ અને ઊંચ-નીચની વાતો કરી વિવાદ સર્જયો છે. તેમજ વીડિયો વાયરલ થતાં અપૂર્વ
મુનિએ માફી માગી છે. જેમાં ચોક્કસ જ્ઞાતિની લાગણી દુભાતા અપૂર્વ મુનિએ માફી માગતો વીડિયો બનાવ્યો છે. અપૂર્વ મુનિએ કહેલું કે પાટીદારો પરમાર સાહેબ અને રાઠોડ સાહેબની રાહ
જોવે એ કેમ ચાલે. કલેક્ટર અને કમિશનર પાટીદાર હોવા જોઈએ પરમાર અને રાઠોડ કલેક્ટર કે કમિશનર હોય તો પાટીદારોએ કલાકો સુધી રાહ જોવાની. આ મામલે વીડિયો વાયરલ
થતા અપૂર્વ મુનિને ભાન થયું કે ભરાઈ ગયા છીએ. તેથી ચોક્કસ જ્ઞાતિની લાગણી દુભાવાના મામલે વિરોધ પહેલા જ માફી માંગતો વીડિયો રિલીઝ કરી દીધો છે.