ઉત્તરાખંડના કોટદ્વારથી 5 કિમી દૂર નેશનલ હાઈવે 534 પર રોડ વચ્ચે એક હાથી આવી જતાં અફડાતફડી મચી ગઈ હતી. હાથીને જોઈ વાહનચાલકો જ્યારે ગાડીમાંથી બહાર નિકળ્યા ત્યારે ગુસ્સે ભરાયેલો હાથી લોકોની પાછળ દોડવા લાગ્યો હતો. લોકો હાથીથી બચવા માટે ટેકરી પર ચડી ગયા હતા. પરંતુ હાથીએ તે લોકોની પીછો ન છોડ્યો અને તે લોકોની પાછળ દોડી ટેકરી પર ચઢવા લાગ્યો. જોકે લોકોએ હાથીના ગુસ્સાને કારણે માંડ માંડ પોતાનો જીવ બચાવ્યો. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતનો કાફલો પણ આ સ્થળ પર હાજર હતો. દરેક વ્યક્તિ હાથીથી બચવા માટે આમ-તેમ દોડતા જોવા મળ્યા હતા.