અમદાવાદમાં બિલ્ડીંગ અકસ્માત કેસમાં 3 આરોપીઓની ધરપકડ

2022-09-15 229

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી નજીક આવેલી એસ્પાયર-2 બિલ્ડીંગમાં ગઈકાલે ગોઝારી દુર્ઘટના બની હતી. જેમાં 7 શ્રમિકોના મોત થયા હતા. ત્યાર બાદ પોલીસ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો. આજરોજ પોલીસ દ્વારા કોન્ટ્રાકટર સહીત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.