હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેથી રાજ્યના અનેક જળાશયો છલોછલ થયા છે ત્યારે રાજકોટ જીલ્લાના ઉપલેટામાં આવેલો મોજ ડેમ પણ ઓવરફલો થયો છે. મોજ ડેમ ઓવરફલો થવાથી ઉપલેટાનું ગઢાળા ગામનો એક માત્ર કોઝ-વે પાણીમાં ગરકાવ થયો હતો જેને લીધે ગઢાળા ગામ સપર્ક વિહોણુ બન્યું છે.