અમદાવાદમાં ગુજરાત યુનીવર્સીટી નજીક એસ્પાયર - 2 નામની બિલ્ડીંગનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. ત્યાં બુધવારે સવારના 10 વાગ્યાની આસપાસ 7માં માળેથી એક માચડો તૂટી પડતા 7 શ્રમિકોના મોત થયા હતા. આ ઉપરાંત એક શ્રમિક ગંભીર ઈજાગ્રસ્ત થયો છે. હાલ ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે આ ઘટના બની ત્યારે સાઈટની ઓફિસમાંથી લાઈટ પંખા ચાલુ મૂકી સુપરવાઈઝર સહિતના લોકો બહાર નીકળી ફરાર થઇ ગયા હતાં.