અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટી નજીક અન્ડર કન્સ્ટ્રકશન બિલ્ડીંગ એસ્પાયર-2માં લીફ્ટ તૂટી પડતા 7 શ્રમિકોના મોત થયા છે. આ ઉપરાંત એક શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ત્યારે આ ઘટના બાદ બિલ્ડર વિકાસ શાહ કે પછી કોઈ જ એસ્પાયર -2 સાઈટ પર ફરક્યું નહોતું. ત્યારે સવાલ ઉભા થયા હતા કે, બિલ્ડીંગનો કોન્ટ્રાકટર કે બિલ્ડર વિકાસ શાહ દુર્ઘટના બાદ સાઈટ પર કેમ ફરક્યો નહોતો?