યાત્રાધામ અંબાજી થયું જળબંબાકાર: હાઈવે ઉપર પાણી ફરી વળ્યા

2022-09-14 816

મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ઠેર ઠેર પાણી ભરાયા છે ભારે વરસાદને પગલે અમદાવાદ આબુ હાઈવે ઉપર પાણી ફરી વળ્યા હતા. જેને લીધે વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ હતી. આ ઉપરાંત હાઈવે ઉપર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. અંબાજીમાં પોલીસ સ્ટેશન નજીકનો માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો અને પોલીસ સ્ટેશનમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા હતા. આ ઉપરાંત ધર્મશાળાના ગેટમાં પાણી ઘુસ્યા હતા. સમગ્ર શહેરમાં વાહનવ્યવહાર ઠપ થઇ ગયો હતો.