જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. મંડી જિલ્લાના સાવજિયામાં મીનીબસ ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. લેફ્ટનન્ટ ગવર્નરે મીનીબસ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.