મેઘરાજા ફરી એક વખત ગુજરાતને ધમરોળશે

2022-09-13 122

અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં હાલ ફરી એક વખત ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. જેને લઈને છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. તેવામાં આજરોજ હવામાન વિભાગ દ્વારા આગામી કેટલાક દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.