જાણો તનોટ માતાજી વિશે, જેમણે પાકિસ્તાનની બોમ્બવર્ષા સામે ભારતીય સેનાની કરી રક્ષા

2022-09-12 562

તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહ રાજસ્થાનની બે દિવસીય મુલાકાતે છે. ત્યારે તેમણે તનોટ માતાના મંદિરે પૂજા અર્ચના કરી હતી. રસપ્રદ બાબત એ છે કે આ મંદિર પર પાકિસ્તાને બોમ્બવર્ષા કરી હતી છતાં મંદિરને ઉની આંચ ન આવી. તનોટ માતાનું સિદ્ધ મંદિર જેસલમેરથી 120 કિમી દૂર થાર રણમાં સરહદ નજીક આવેલું છે. આ દેવીને થારની વૈષ્ણો દેવી અને સૈનિકોની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે પણ તનોટ માતાના મંદિરના સંગ્રહાલયમાં પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલા જીવતા બોમ્બ રાખવામાં આવ્યા છે.

Videos similaires