રાજ્યના જળાશયોની સપાટીમાં વધારો, સરદાર સરોવરનું જળ સ્તર 137.60 મીટર

2022-09-12 107

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં છેલ્લા 24 કલાકમાં 12 સેમીની વધારો નોંધાયો છે. આથી હાલ ડેમની જળ સપાટી 137.60 મીટરે પહોંચી છે. ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર હોવાથી ડેમના 2 દરવાજા 0.20 સેમી સુધી ખોલીને 6000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાંથી નર્મદા નદીમાં પાણીની કુલ જાવક 65,374 ક્યુસેક છે.