વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજરોજ ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશન દ્વારા આયોજિત ‘વર્લ્ડ ડેરી સમિટ 2022'નું ઉદ્ઘાટન કર્યું હતું. ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો સેન્ટર એન્ડ માર્ટ ખાતે વર્લ્ડ ડેરી સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાનની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા. ચાર દિવસીય IDF વર્લ્ડ ડેરી સમિટમાં વિશ્વભરના ડેલીગેટ્સ અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ભાગ લેશે. આ ઉપરાંત નિષ્ણાતો, ખેડૂતો, ડેરી વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ પણ આ કોન્ફરન્સમાં ભાગ લેશે. વર્ષ 2022ની ડેરી કોન્ફરન્સની થીમ તરીકે 'પોષણ અને આજીવિકા માટે ડેરી' વિષય નક્કી કરવામાં આવ્યો છે.