25 ઓગસ્ટ સુધી વરસાદ માહોલ રહ્યા બાદ છેલ્લા 15 દિવસથી વિરામ છે. બીજી તરફ ભાદરવો આકરો તપતાં બાફ અને ઉકળાટથી લોકોની હાલત કફોડી બની ગઈ છે. 15 દિવસથી વરસાદ ખેંચાઈ જતાં ખરીફ વાવેતર માટે પણ સિંચાઈની તાતી જરૂરિયાત ઉભી થતાં ખેડૂતોના જીવ અધ્ધર થયા હતા. જો કે ભાદરવી પૂનમના દિવસથી અરવલ્લીમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ જતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે.