છેલ્લાં કેટલાંક દિવસથી અસહ્ય બફારો અને ગરમીથી લોકો ત્રાહિમામ થઇ ગયા છે. ત્યારે ગુજરાતમાં મેઘરાજા ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ હાલ અમદાવાદ અને ગાંધીનગર સહીત સમગ્ર ઉતર ગુજરાતમાં ધોધમાર વરસાદ શરુ થયો હતો. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સિવાય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. રાજ્યના અનેક જિલ્લાઓને મેઘરાજા ફરીવાર ધમરોળશે.