અમરેલી જિલ્લાના દેવળિયા ગામે વનરાજના આંટાફેરા વધી રહ્યા છે. ગત રાત્રીએ દેવળીયા ગામે શિકારની શોધમાં ફરી રહેલા બે સિંહો સીસીટીવી કેમેરાઅ કેદ થયા હતા. રેવન્યુ વિસ્તારમાં મધ્ય રાત્રીએ ડાલામથ્થા સાવજોએ શિકાર માટે પશુની પાછળ દોટ મૂકી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.