બ્રિટનના સૌથી લાંબા સમય સુધી સિંહાસન સંભાળનાર રાણી એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની ઉંમરે ગુરુવારે અવસાન થયું હતું. બ્રિટિશ શાહી પરંપરા અનુસાર, રાણીના મૃત્યુ પછી, તેમના મોટા પુત્ર પ્રિન્સ ચાર્લ્સને બ્રિટનના રાજા જાહેર કરવામાં આવ્યા હતા. ફોર્ચ્યુન અનુસાર રાણી એલિઝાબેથ બીજા 500 મિલિયન ડોલરના માલિક હતા. આ મિલકત પ્રિન્સ ચાર્લ્સ જ્યારે રાજા બનશે ત્યારે તેમને વારસામાં મળશે. બ્રિટનનો રાજવી પરિવાર કરદાતાઓ પાસેથી મોટી રકમ મેળવતો હતો, જે સોવરિન ગ્રાન્ટ તરીકે ઓળખાય છે. આ તમામ સંપતિ વચ્ચે ચર્ચાનું કેન્દ્ર છે કોહીનુર હીરો. સવાલ એ રહે છે કે રાણીના મૃત્યુ પછી એ કોહિનૂર હીરાનું શું થશે. તે કોને સોંપવામાં આવશે?