બ્રિટનના PM પદની ચુંટણીમાં કયા ઉમેદવારની પ્રબળ દાવેદારી ?

2022-09-09 275

બ્રિટનના કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને વડા પ્રધાન વિદેશ સચિવ બોરિસ જોન્સનને 7 જુલાઈના રોજ રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ લીઝ ત્રુસ અનર ઋષિ સુનક ટોચના દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. લગભગ 200,000 પક્ષના સભ્યોને ટ્રસ અથવા ભૂતપૂર્વ ટ્રેઝરી ચીફ ઋષિ સુનકને પસંદ કરવા માટે કહેવામાં આવ્યું હતું, 5 સપ્ટેમ્બરે 12:30 વાગ્યે વિજેતાની જાહેરાત કરવામાં આવશે. આશ્ચર્યજનક બાબત એ છે કે પીએમ પદના તમામ ઉમેદવારો કરોડપતિ છે
ચૂંટણી પ્રચાર અભિયાન પછી કન્ઝરવેટીવ પાર્ટીના સદસ્યો શુક્રવારે અંતિમ તબક્કાનું મતદાન કરી રહ્યાં છે. બ્રિટિશ પીએમ પદની ઉમેદવાર લિઝ ટ્રુસ, ભારતીય મૂળના ઋષિ સુનક પર ભારી પડી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે લિઝ ટ્રુસ જ બ્રિટનના નવા પીએમ બનશે.

સત્તારૂઢ કન્ઝરવેટીવ પાર્ટીના નવા પીએમની પસંદગી બાદ વડાપ્રધાન બોરિસ જોહન્સન મહારાણી એલિઝાબેથને દ્વિતીયને પોતાનું રાજીનામું આપશે. બોરિસ જોહન્સને પોતાની સરકારની નીતિઓ અને કૌભાંડ વિરૂધ કેટલાક મંત્રીઓના રાજીનામા બાદ જુલાઈ મહિનામાં પીએમ પદ છોડવાની વાત કરી હતી. આ પછી ઓગસ્ટ મહિનામાં તેમની પાર્ટીના 2 લાખ સદસ્યોએ પોસ્ટલ અને ઓનલાઈન વોટિંગ શરૂ કરી હતી. બોરિસ જોન્સન પાર્ટીગેટ કેસમાં ભોગ બન્યા છે. આ કેસમાં ઋષિનું નામ પણ આવ્યું હતું. તેમણે દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. તેને નિશ્ચિત દંડની નોટિસ જારી કરવામાં આવી હતી
બ્રિટનના નવા પીએમ સામે અનેક પડકારો હશે, ખાસ કરીને આર્થીક અને અન્ય પડકારોનો સામનો કરવો પડશે. બ્રિટનમાં આર્થિક સંકટે દશકોનો રેકોર્ડ તોડી દીધું છે. રશિયા અને યુક્રેન યુદ્ધને લીધે બળતણની કિંમતમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. ચુંટણીના ભાગરૂપે લિઝે ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી છે.