દિલ્હી નિર્માણાધીન ચાર માળની ઈમારત ધરાશાયી

2022-09-09 203

દિલ્હીના આઝાદ માર્કેટ વિસ્તારમાં એક નિર્માણાધીન ચાર માળની ઈમારત ધરાશાયી થઈ છે. કાટમાળ નીચે દબાઈ જવાથી 3 મજૂરોના મોત થયા છે, જ્યારે 6-7 મજૂરો ફસાયા હોવાની આશંકા છે. બિલ્ડીંગ પડવાનો કોલ સવારે 8.50 વાગ્યે આવ્યો હતો, ત્યારબાદ બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સવારે લગભગ 9.30 વાગ્યે એડીઓ રવિન્દરે જણાવ્યું કે આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. આ સાથે 6-7 લોકો કાટમાળ નીચે દટાયા છે.