સુરતના પુણા પાટિયાની કાપડ માર્કેટમાં લિફટમાં ત્રણ યુવક સાડા ત્રણ કલાક સુધી ફસાઈ રહ્યો હતો. જેમાં લિફ્ટમાં પાર્સલ લાવતી વખતે બનેલી ઘટનાથી શહેરમાં ચકચાર મચી છે.
પુણા
પાટિયા સ્થિત રાજ ટેક્ષટાઈલ ટાવરની લિફ્ટમાં ગુરુવારે રાત્રે ત્રણ યુવક સાડા ત્રણ કલાક સુધી ફ્સાઈ રહ્યાં હતા.
ફાયર બ્રિગેડની ટીમે ત્રણેય યુવકોને બચાવ્યા
ઉલ્લેખનીય છે કે ફાયર બ્રિગેડની ટીમે ગણતરીની મિનિટોમાં ત્રણેય યુવકોને બહાર કાઢી લેતા સૌએ રાહત અનુભવી હતી.
રાજ ટેક્ષટાઈલ ટાવર માર્કેટમાં ત્રીજા માળે આવેલી દુકાનમાં કામ
કરતા પ્રમોદ પાંડે (ઉ.વ.૨૪), ઉમેશ દુબે (ઉ.વ.૨૫) અને દિપક કુમાર (ઉ.વ.૨૦) ગુરૂવારે રાત્રે પોણા બારેક વાગ્યાના અરસામાં લિફ્ટમાં પાર્સલ લઈને નીચે આવી રહ્યા હતા. દરમિયાન
બીજા અને પહેલા માળ વચ્ચે અચાનક લિફ્ટ બંધ પડી ગઈ હતી. શરૂમાં આ યુવકોએ જાતે બહાર નીકળવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમને કોઈ સફળતા મળી નહોતી. આમ સાડા ત્રણ
કલાક સુધી તેઓ લિફ્ટમાં ફસાઈ રહ્યાં હતા.
લિફ્ટમાં પાર્સલ લાવતી વખતે ઘટના બની
આખરે ફાયર બ્રિગેડને જાણ કરાતા ડુંભાલ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ઓફિસર પ્રવિણ ટંડેલએ જણાવ્યું હતું કે, પાવર કાપ થવાને લિફ્ટ બંધ પડી ગઈ હતી.
ફાયર બ્રિગેડની ટીમે ૧૫-૨૦ મીનીટમાં જ બીજા અને પહેલા માળ વચ્ચે લિફ્ટમાં ફસાયેલા ત્રણેય યુવકોને સહી સલામત બહાર કાઢી લીધા હતા.