વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટા એટલે કે રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીનો વિભાગ ‘કર્તવ્ય પથ’)નું ઉદઘાટન કર્યું છે. તે પહેલા PM મોદીએ તેમના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ સાંજે 7 વાગે ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને દિલ્હી ટ્રાફિક પોલીસે ઈન્ડિયા ગેટના તમામ 10 રૂટ સાંજે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજથી લગભગ 3.20 કિલોમીટર લાંબો રાજપથ હવે નવા રૂપ અને નામ સાથે કર્તવ્ય પથ તરીકે ઓળખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 28 ફૂટ ઊંચી પ્રતિમાનું પણ અનાવરણ કર્યું. ગ્રેનાઈટ પથ્થર પર કોતરેલી આ પ્રતિમાનું વજન 65 મેટ્રિક ટન છે.