સોશિયલ મીડિયામાં સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ગણપતિ વિસર્જન સમયે યુવકોએ વીડિયો બનાવ્યો છે. તથા જાહેર રસ્તા પર જોખમી સ્ટંટ કરતા યુવાનોનો
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ પર સવાલો ઉઠી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ગણપતિ વિસર્જન કરવા જતા સમયે યુવકોએ બાઈક પર સ્ટંટ કરી વીડિયો બનાવ્યો છે. જેમાં બાઈક પર પાછળ બેસેલ યુવકે જાહેર રસ્તા પર બાઈક પર ઉભા રહી સ્ટંટ
કર્યા છે. તેમાં આ પ્રકારનો જ વીડિયો થોડા દિવસ પહેલા વાયરલ થયો હતો જેમાં પોલીસ દ્વારા યુવકોની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.