PM મોદીના હસ્તે આજે કર્તવ્ય પથનું ઉદ્ઘાટન

2022-09-08 1

આજે ફરી એકવખત ઇતિહાસ રચાવા જઇ રહ્યો છે. આજે જે થવાનું છે તે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં દાયકાઓ પછી એક મોટું પરિવર્તન છે. હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગ્યે ઈન્ડિયા ગેટની પાછળ છત્ર હેઠળ સ્થાપિત નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 28 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. ગ્રેનાઈટ પથ્થરથી બનેલી આ મૂર્તિ દેશની સૌથી મોટી મોનોલિથ (એટલે ​​કે એક જ પથ્થરને કોતરીને બનાવેલ શિલ્પ)માંની એક હશે. એટલું જ નહીં છેલ્લા 61 વર્ષમાં ઘણી પેઢીઓ જે 'રાજપથ' પરથી પસાર થઈ છે. નવી પેઢી હવે આ જ રોડને 'કર્તવ્ય પથ'ના નામથી જાણશે, કારણ કે ભારતના પ્રજાસત્તાકની શક્તિ વિશ્વને બતાવતા આ રોડનું નામ પણ આજથી બદલવામાં આવશે. અગાઉ 1961માં આ રોડનું નામ બ્રિટિશ જમાનાના King's Wayથી બદલીને 'રાજપથ' કરવામાં આવ્યું હતું.