કેમ બ્રાઝિલે iPhone પર પ્રતિબંધ મૂક્યો ?

2022-09-07 37

છેલ્લા થોડા સમયમાં આઈફોન લીધો હશે તો તમને ખબર હશે કે એપલ, iPhoneના ચાર્જર નથી આપતું….. પણ તમને એ ખબર છે કે આ વાતથી બ્રાઝિલ નારાજ થઈ ગયું અને તેણે એપલ પર કેસ કરી દીધો, હવે કેસ કરવા સુધી તો બરાબર હતું પણ બ્રાઝિલે એપલના ફોન બેન પણ કરી દીધા છે.
આ પગલે બ્રાઝિલની Justice Ministry એ એપલને 12.275 મિલિયન રિયાસ ($2.38 મિલિયન)નો દંડ ફટકાર્યો હતો અને કંપનીને iPhone 12 અને નવા મોડલ્સનું વેચાણ રદ કરવાનો આદેશ આપ્યો હતો, ઉપરાંત ચાર્જર સાથે આવતાં ન હોય તેવા કોઈપણ iPhone મોડલના વેચાણને સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો.
એક ઓફિશિયલ ગેઝેટમાં પબ્લીશ થયેલ આદેશ મુજબ, મંત્રાલયે દલીલ કરી હતી કે એપલમાં "ગ્રાહકો સામે ઇરાદાપૂર્વકની ભેદભાવપૂર્ણ પ્રેક્ટિસ"કરવામાં આવી રહી છે.
હવે આ બધા સામે એપલે દલીલ કરી હતી કે ચાર્જર વિના સ્માર્ટફોનનું વેચાણ પર્યાવરણીય સુરક્ષા પ્રદાન કરે છે પણ
સત્તાવાળાઓએ એપલની આ દલીલને નકારી કાઢી હતી
એપલે જણાવ્યું છે કે અમે સામે અપીલ કરીશુ...
"અમે આ બાબતે બ્રાઝિલમાં પહેલાથી જ ઘણા કોર્ટના ચુકાદાઓ જીતી ચૂક્યા છીએ અને અમને વિશ્વાસ છે કે અમારા ગ્રાહકો તેમના ઉપકરણોને ચાર્જ કરવા અને કનેક્ટ કરવા માટેના વિવિધ વિકલ્પોથી વાકેફ છે,"

Videos similaires