હાલ ગુજરાતમાં 5 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજરોજ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો અને ગ્રામ્ય વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો. અમરેલીના રાજુલા તાલુકાના માંડરડી, સરોડીયા, ધારેશ્વર, જાપોદર ગામડાંઓમાં અને ખાંભા તાલુકાના ધુંધવાના, કંટાળા, પચપચિયા સહિત ગામડાઓમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદને લીધે નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.