પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ શ્રી યોજના અને પીએમ ગતિશક્તિ સાથે જોડાયેલ મહત્વના નિર્ણયો કરાયા હતા. કેબિનેટના નિર્ણય વિશે માહિતી આપતાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે કેબિનેટની બેઠકમાં 'પીએમશ્રી' શાળાઓની સ્થાપના માટે નવી યોજના શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પ્રધાને કહ્યું કે, દેશમાં 14,000થી વધુ કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયોને 'પીએમશ્રી' શાળાઓ તરીકે મજબૂત અને વિકસિત કરવામાં આવશે.