મહેસાણા જિલ્લામાં વરસાદી વિરામ બાદ ખેડૂતો દિવેલાના વાવેતરમાં પ્રવૃત્ત બન્યા છે. વરસાદી મોસમ સળંગ એક મહિના સુધી ચાલુ રહેતાં એરંડાના પાછેતરા વાવેતરથી ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે. બીજી તરફ, મહેસાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેતપેદાશોની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. ઘઉં, એરંડા, રાયડો, અજમો અને બાજરી સહિતનાં ઉત્પાદનોની કુલ આવક માત્ર 714 બોરી જ થવા પામી છે.