રેડ થતા વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી

2022-09-07 4

અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ITની રેડ પડી છે. સિલ્વર ઓક યુનિવર્સિટી ગોતામાં આવેલ છે. જેમાં રેડ થતા વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે. તેમજ ટેક્સ ચોરીની

આશંકાએ ITની રેડ પાડવામાં આવી છે.

દરોડા પડતા વિદ્યાર્થીઓમાં અચરજ ફેલાઇ

ઉલ્લેખનીય છે કે સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ઈન્કમ ટેક્સના દરોડા પડતા વિદ્યાર્થીઓમાં અચરજ ફેલાઇ છે. ગોતા ખાતે આવેલ સિલ્વર ઓક યુનિવર્સિટીમાં જેવા ઈન્કમ ટેક્સના દરોડા

પડ્યા ત્યાં તો વિદ્યાર્થીઓને રજા જાહેર કરવામાં આવી છે. તેમજ કોલેજને યુનિવર્સિટીની માન્યતા મળ્યા બાદ મોટી સંખ્યામાં એડમિશન આપ્યા છે. તથા ટેક્સસમાં ગરબડને લઈને

સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ઈન્કમ ટેક્સના અધિકારીઓએ દરોડા પાડ્યા છે.

Videos similaires