પોલીસકર્મી, તેમની પત્ની અને દીકરીએ આત્મહત્યા કરી

2022-09-07 856

ગુજરાતમાં આત્મહત્યાના બનાવો વધી રહ્યાં છે. જેમાં આજે અમદાવાદના સોલા વિસ્તારમાં પરિવારે સામુહિક આપઘાત કર્યો છે. તેમાં પોલીસ કર્મચારીએ પરિવાર સાથે સામુહિક આપઘાત

કરતા પોલીસકર્મી, તેમની પત્ની અને દીકરીએ જીવન ટૂંકાવ્યું છે. પોલીસકર્મી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો.

પોલીસકર્મી, તેમની પત્ની અને દીકરીએ જીવન ટૂંકાવ્યું

ઉલ્લેખનીય છે કે પોલીસ કર્મચારી અને તેમના પરિવારે અગમ્ય કારણોસર સામુહિક આપઘાત કર્યો છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીકર્મી, પત્ની અને દીકરીએ સાથે
દિવા હાઈટ્સના 12મા માળેથી પડતુ મકી આત્મહત્યા કરી છે. જેમાં સોલા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ પરિવારે આત્મહત્યા કરી હોય તેવો આ પહેલો

કિસ્સો છે.

અગમ્ય કારણોસર કર્યો સામુહિક આપઘાત

સરળ અને શાંત સ્વભાવના કુલદીપસિંહ યાદવે કેમ આવું પગલુ ભર્યું તે સમજી શકાયું નથી. તેઓ ભાવનગરના સિહોર પાસેના વડીયાના રહેવાસી હતા, અને પત્ની અને દીકરી સાથે

અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા હતા. કુલદીપસિંહની પડોશમાં જ તેમના સગા બનેવી રહે છે, જે સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેમને પણ અંદાજ ન હતો કે કુલદીપસિંહ

અને તેમના પત્ની આવું પગલું ભરશે.

Videos similaires