રાહુલ ગાંધી આજે કન્યાકુમારીમાં કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' શરૂ કરશે

2022-09-07 107

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે કન્યાકુમારીથી પાર્ટીની ભારત જોડો યાત્રાની શરૂઆત કરશે. આની પહેલા તેમણે તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં તેમના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના સ્મારકની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થશે. લગભગ 150 દિવસની આ પદયાત્રામાં 3,570 કિમીનું અંતર કાપવામાં આવશે. આ યાત્રા કન્યાકુમારીથી શરૂ થશે અને કાશ્મીરમાં સમાપ્ત થશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન કન્ટેનર કેબિનમાં સૂઇ જશે.

Videos similaires