બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના ભારતની મુલાકાતે છે ત્યારે નવી દિલ્હીમાં નરેન્દ્ર મોદી સાથે તેમની મંત્રણા થઇ હતી. ભારત આવતા પહેલા હસીનાએ રોહીન્ગ્યા મુદ્દે મદદની વાત કહી હતી. પરંતુ અહી આવીને તેઓ વધુ ૬ કરારો કરે તેવી શક્યતાઓ છે. જેમાં પાણીની વહેંચણી, કનેક્ટિવિટી, સંરક્ષણ અને વેપાર જેવા વિવિધ ક્ષેત્રોને આવરી લેવામાં આવશે.. આ એક યોગાનુયોગ છે કે દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ બન્યા પછી, રાષ્ટ્રપતિ ભવનમાં તેમના પ્રથમ સત્તાવાર મહેમાન બાંગ્લાદેશની મહિલા પીએમ છે
સોમવારે બાંગ્લાદેશ હાઈ કમિશન ખાતે એક સ્વાગત સમારોહમાં પત્રકારો સાથે વાત કરતા, શેખ હસીનાએ પુષ્ટિ કરી કે તેઓ મોદી સાથેની તેમની વાતચીત દરમિયાન નદીના પાણી કરાર અને રોહિંગ્યા શરણાર્થીઓ પર બે વિવાદાસ્પદ મુદ્દાઓ ઉઠાવશે. "ભારત એક ખૂબ મોટો દેશ છે, અને રોહિંગ્યા માટે ઘણું કરી શકે છે, ખાસ કરીને તેઓને [મ્યાનમાર] પરત મોકલવામાં મદદ કરવા માટે," ભારતે પૂરને રોકવા માટે નદીના ક્રેડિટ લાઇન પર વિચાર કરવાનું સૂચન કર્યું હતું.
મંગળવાર માટે આયોજિત કરારોમાં આસામ નજીક કુશિયારા નદી પરનો કરાર છે. 25 ઓગસ્ટે સંયુક્ત નદી આયોગની બેઠકમાં કુશિયારા નદી કરારના ટેક્સ્ટને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. પહેલનો ઉદ્દેશ્ય બાંગ્લાદેશને વાર્ષિક પૂરના ભય માંથી મુક્ત થવા મદદ કરવાનો છે.
પાવર સેક્ટર પર પણ મુખ્ય ફોકસ છે. બાંગ્લાદેશ ભારત પાસેથી 1,160 મેગાવોટ પાવર ખરીદી રહ્યું છે, સિલીગુડીથી પાર્વતીપુર સુધી ડીઝલની નિકાસ કરતી ભારત-બાંગ્લાદેશ પાઈપલાઈનનું બાંધકામ ટૂંક સમયમાં પૂર્ણ થવાની સંભાવના છે. 2 ડિસેમ્બર, 1997ના રોજ ચિત્તાગોંગ હિલ ટ્રેક્ટ્સ [CHT] કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. CHT ની અંદર સશસ્ત્ર સંઘર્ષો દરમિયાન સ્થાપિત બાંગ્લાદેશ આર્મી કેમ્પો પાછી ખેંચી લેવાનો પણ કરાર હતો છતાં 25 વર્ષ પછી તે અમલમાં નથી. ચિત્તાગોંગ ક્ષેત્રની સ્થિરતા નિર્ણાયક મહત્વ ધરાવે છે કારણ કે આ પ્રદેશે 2017 થી મ્યાનમારના રખાઈન પ્રાંતમાંથી 15 લાખથી વધુ રોહિંગ્યા શરણાર્થીઓને આશ્રય આપ્યો છે. હસીના આજે યોજાનારી દ્વિપક્ષીય વાટાઘાટોમાં રોહિંગ્યા મુદ્દો અને ચિત્તાગોંગ ક્ષેત્રમાં સુરક્ષા પરિદ્રશ્ય દર્શાવવાની અપેક્ષા છે.