'કઈ નહીં કરવું' એ કોઈનું પ્રોફેશન હોય તો કેવું'

2022-09-06 2

એક જાપાનીઝ છોકરો જે ‘કઈ નહીં’ કરીને કમાય છે
તમે ક્યારેય સાંભળ્યું છે ‘કઈ નહીં કરવું’ એ કોઈનું પ્રોફેશન હોય શકે?
જાપાનના ટોક્યોમાં શોજી મોરિમોટો કરીને એક વ્યક્તિ છે જેને લોકો કઈ ના કરવા માટે હાયર કરે છે.
ઘણી વાર કોઈએ ડિનર માટે કે મૂવી જોવા માટે કે પોતાની સાથે ફરવા માટે હાયર કર્યા હોય એવું બને તો એક વખત કોઈએ પોતાનું નવું કેફે ખોલ્યું અને હજુ બહુ લોકો આવતા ન હતા તેથી તેને હાયર કર્યો હતો.
એક વખત શોજી મોરિમોટોને હાયર એક વ્યક્તિએ હાયર કર્યો જેની ગર્લફ્રેન્ડે સુસાઇડ કર્યુ હતું અને તેણે આ વાત કોઈને કરવી હતી પણ ઘરે કે દોસ્તો સાથે ટે આ વાત કરી શકે તેમ ન હતો જેથી તેણે શોજીને હાયર કર્યો અને તેની ગર્લફ્રેન્ડ જે કેપ પહેરતી તે શોજીને પહેરાવી તેની સાથે વાત કરી.
એક વખત એક જણને પોતાના બર્થ ડે પર એનોશીમા આયલેન્ડ જવું હતું પણ તેની સ્કીન સં સેન્સિટિવ હોવાથી તેના મિત્રો આ વિશે ખૂબ ધ્યાન રાખતા અને તે આરામથી ફરી શક્તિ નહીં. જેથી તેણે શોજીને હાયર કર્યો પોતાની સાથે ફરવા માટે.
આ બધી બાબતે વાત કરતાં શોજી કહે છે કે એક વખત મારા એક્સ બોસ મને કહ્યું હતું કે ‘તારા હોવા ન હોવાથી કોઈ ફરક નથી પડતો’ અને આ વાતનું મને ખૂબ દુખ થયું અને થયું કે શું કશું નહીં કરી શકું ? અને મે એક સવાલ સાથે આ કામ ચાલુ કર્યું હતું કે શું કઈ ન કરનાર વ્યક્તિની કોઈ કિંમત નથી હોતી?
શોજી સાથે એક સેશનના 85 $ થાય છે એની સાથે જ ટ્રાવેલ ફિસ, કે બીજો કોઈ પણ ચાર્જ હાયર કરનાર વ્યક્તિએ બેર કરવાનો હોય છે... તમને કેવી લાગી શોજી મોરિમોટોની વાત?
લખજી જણાવો અમને કોમેન્ટ્સમાં

Videos similaires