લદ્દાખમાં બનશે ભારતની પ્રથમ નાઈટ સ્કાય સેન્ચ્યુરી
દેશમાં એસ્ટ્રો ટુરિઝમને વેગ આપવા અને વિદેશી સંશોધકોને આકર્ષવા માટે લદ્દાખમાં દેશનું પ્રથમ આકાશ અભયારણ્ય (નાઈટ સ્કાય સેન્ચ્યુરી ) સ્થાપિત કરવામાં આવશે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ચાંગથાંગ વન્યજીવ અભયારણ્યના ભાગરૂપે લદ્દાખના હેનલે ખાતે ડાર્ક સ્કાય રિઝર્વની સ્થાપના કરશે. તે વિશ્વની સૌથી ઊંચી ટેલિસ્કોપ સાઇટ્સમાંની એક પણ હશે. આ નિર્ણય - સ્થાનિક પ્રવાસન અને અર્થતંત્રને વેગ આપવાની અપેક્ષા છે.