ભાવનગરના એક હીરાના વેપારીને એક બંટી બબલીએ રૂપિયા 83 લાખના હીરાની છેતરપિંડી કરીને હલકી ગુણવત્તા વાળા હીરા આપી દઈને રાતોરાત પૈસાદાર બનવા માટે કરેલો કિમીયો
ભારે પડ્યો છે અને હવે પોલીસે આ બન્નેને ઝડપી લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
છેતરપિંડી કરીને હલકી ગુણવત્તા વાળા હીરા આપ્યા
ભાવનગર આમ તો સુરત બાદ હીરાઉદ્યોગ માટે સૌથી મોટું શહેર છે. અને અહીં હીરાને પારખનાર વધુ છે. પરંતુ તાજેતરમાં એક બંટી બબલીએ હીરાને પારખવાની સાથે હીરાના વેપારી ને
પારખી લીધો અને હીરા બદલાવી 83 લાખની છેતરપિંડી કરતા ખળભળાટ મચી ગયો છે. નિર્મળનગરમાં હીરાની ઓફિસ ધરાવતા દર્શક રમેશભાઈ ઘેવરિયાને થોડા દિવસ પહેલા એક
યુવતી અને યુવકે હીરા લેવા છે તેમ કહી હીરાના પેકેટ જોવા માગ્યા અને નજર ચૂકવી આ બન્ને લોકો હીરાના પેકેટ બદલાવીને ઓરીજનલ હીરા લઈને રફુચક્કર થઇ ગયાં હતા.
પોલીસે આ મામલે બન્નેને ઝડપી લઇ કાર્યવાહી કરી
હીરાના વેપારીને વિશ્વાસમાં લઈને કર્ણાટકના રહેવાસી રૂપેશ ચૌહાણ અને હરિયાણાની રહેવાસી શ્વેતા યાદવ નકલી હીરાનું પેકેટ આપીને આ માલ આંગડિયામાં મોકલવાનું કહી નાસી છૂટ્યા
હતા. બાદમાં વેપારીએ હીરાના પેકેટ જોતા પેકેટ બદલાઈ ગયા હોવાની ખરાઈ થતા તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આ મામલે બન્નેને ઝડપી લઇને આગળ ની
તપાસ હાથ ધરી છે.