કર્ણાટકમાં તૂટી પડ્યો કુદરતનો કહેર

2022-09-06 138

કુદરતના કહેર સામે માનવી કેટલો પામર છે તેનું ઉદાહરણ હાલ ચોમેર વરસતા વરસાદ બાદ કર્ણાટકની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. કર્ણાટકમાં ભારે વરસાદ (Heavy Rain) લોકો માટે મોટી સમસ્યા બની ગયો છે. સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયું પસાર થવા જઈ રહ્યું છે, પરંતુ વરસાદ એવો છે કે તે ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. રવિવારે રાત્રે શરૂ થયેલા વરસાદને કારણે બેંગલુરુ જળબંબાકાર થઈ ગયું છે. સોમવારે આખો દિવસ બેંગ્લોરના લોકો લાચાર જોવા મળ્યા. એવું લાગતું હતું કે બધું થંભી ગયું છે. વરસાદના કારણે બેંગ્લોર શહેરમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો અને જોતજોતામાં જ બધું પાણીમાં ગરકાવ થવા લાગ્યુ.