દ.ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી

2022-09-06 1

રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. જેમાં આગામી 4 દિવસ રાજયમાં સામાન્ય વરસાદ રહેશે. તથા હવામાન વિભાગ દ્વારા દ.ગુજરાત, ઉ.ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની

આગાહી કરવામાં આવી છે. તેમજ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં સામાન્ય વરસાદની આગાહી છે.

8 અને 9 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધશે

ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. તેમજ 8 અને 9 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધશે. તેથી વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી

કરવામાં આવી છે. અને પશ્ચિમ બંગાળમાં લો પ્રેસર સિસ્ટમ બનતા વરસાદની આગાહી કરાઇ છે. તથા રાજ્યમાં ભારે વરસાદ માટે રાહ જોવી પડશે. જેમાં હવામાન વિભાગની રાજ્યમાં બે

દિવસ હળવા વરસાદની આગાહી છે. તેમજ રાજ્યના ચોમાસામાં હજીપણ 36 ટકા વરસાદની ઘટ છે.

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના

તેમજ બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા રહેશે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ લો પ્રેશર સર્જાયું હોવાના કારણે રાજ્યમાં

સામાન્ય વરસાદી માહોલ રહેશે. તેમજ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે.