સાવરકુંડલામાં 21 લાખની ચલણી નોટોથી ગણપતિનો શણગાર કરાવામાં આવ્યો

2022-09-05 1

હાલ ગનેશુત્સવ ચાલી રહ્યો છે. તેવામાં સાવરકુંડલામાં એક ગણેશ પંડાલમાં ગણપતિનો શણગાર 21 લાખ રૂપિયાની ચલણી નોટોથી કરવામાં આવ્યો છે. સદભાવના ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ પંડાલમાં 100 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીની ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચલણી નોટોના આ શણગારે જોવા માટે સમગ્ર સાવરકુંડલાના ગણેશ ભક્તો પંડાલમાં આવી રહ્યા છે. આથી સુરક્ષાના ભાગ રૂપે આયોજકોએ ગણેશ પંડાલમાં સીસીટીવી કેમેરા પણ ગોઠવ્યા હતા.