સુરતમાં ગાડીના બોનેટ ઉપર બેસીને સ્ટંટ કરતા નબીરાઓનો વિડીયો વાયરલ

2022-09-05 823

સુરતમાં અવારનવાર યુવાનો જાહેર રસ્તા ઉપર વાહનમાં સ્ટંટ કરતા નજરે ચડે છે. અગાઉ પણ જાહેરમાં સ્ટંટ કરતા વિડીયો વાયરલ થયા છે તેવામાં ફરી એક વખત સુરતમાં યુવાનોએ ગાડીના બોનેટ ઉપર બેસીને વિડીયો બનાવ્યો હતો. જે બાદ વિડીયોમાં ફિલ્મી સોન્ગ મૂકીને વાયરલ કર્યો હતો. જાહેર રસ્તા ઉપર આ પ્રકારના જોખમી સ્ટંટ કરવાથી ટ્રાફિકના નિયમોના ભંગની સાથે સાથે રસ્તા ઉપર ચાલી રહેલા અન્ય વાહનચાલકો ઉપર પણ જોખમ સર્જાતું હોય છે. આથી સ્થાનિકો દ્વારા સ્ટંટ કરી રહેલા યુવાનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Videos similaires