કોંગ્રેસના કાર્યકર્તાઓ વિચારધારાની લડાઈ લડે છેઃ રાહુલ ગાંધી

2022-09-05 620

ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. જેમાં ચૂંટણીના પગલે રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા છે. તેમાં PM મોદી, અમિત શાહ બાદ રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા છે. તેમજ ચૂંટણીને

લઈ કોંગ્રેસ 125 બેઠકનો લક્ષ્યાંક સિદ્ધ કરવા એક્શન મોડમાં છે. તેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ચૂંટણીલક્ષી ગુજરાતની મુલાકાત રહેવાની છે.

‘સરદાર એક વ્યક્તિ નહોતા તે ભારતના ખેડૂતોનો અવાજ હતા’

ઉલ્લેખનીય છે કે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે બુથ સ્તરના નેતાઓને રાહુલ ગાંધીએ સંબોધન કર્યું છે. કોંગ્રેસના 52 હજાર બુથ યોદ્ધાઓ સાથે રાહુલ ગાંધીનો સંવાદ શરૂ થયો છે. જેમાં

તેમણે જણાવ્યું છે કે ગુજરાતના હજારો બબ્બર શેર અહીંયા આવ્યા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ વિચારધારાની લડાઈ લડે છે. આ લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની નથી, વિચારધારાની છે.
ભાજપે સરદાર પટેલની દુનિયાની સૌથી મોટી પ્રતિમા બનાવી છે. જેમાં સરદાર એક વ્યક્તિ નહોતા તે ભારતના ખેડૂતોનો અવાજ હતા. એક બાજુ સરદારની મૂર્તિ બનાવી બીજી બાજુ

ખેડૂતોનું અપમાન. તમે કોની સામે લડી રહ્યા છો તે તમારે સમજવું પડશે. કોંગ્રેસ ગુજરાતના ખેડૂતોનું 3 લાખનું દેવુ માફ કરશે.

ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બની ગયું

તેમજ ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બની ગયું છે. કચ્છના મુંદ્રા પોર્ટથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસે છે. તથા ગુજરાત સરકાર ઉદ્યોગપતિઓને જમીનનો આપી રહી છે. ગુજરાતમાં વીજળીનો ભાવ સૌથી

વધુ છે. જેમાં પ્રજાના પૈસા 3 ઉદ્યોગપતિઓના ખિસ્સામાં જાય છે. તથા ગુજરાત એવું રાજ્ય છે જ્યાં આંદોલન માટે મંજૂરી લેવી પડે છે. તથા નાના ઉદ્યોગો ગુજરાતની તાકાત છે. શું

સરકાર નાના વેપારીઓની મદદ કરે છે.

ચૂંટણીને લઈ કોંગ્રેસ 125 બેઠકનો લક્ષ્યાંક સિદ્ધ કરવા એક્શન મોડમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચારનું રણશિંગુ ફૂંકવા રાહુલ ગાંધી આજે ગુજરાત મુલાકાતે છે. પક્ષના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી રિવરફ્રન્ટ વલ્લભ સદન પાછળ બુથના

યોદ્ધાઓના સંમેલનમાં સંબોધન બાદ ભારત જોડો યાત્રાના કાર્યક્રમ પહેલાં સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, જ્યાં પ્રાર્થના સભામાં જોડાઈ ગાંધી બાપુની પ્રતિમાને નમન કરી આશીર્વાદ

મેળવશે.

Free Traffic Exchange

Videos similaires