અમરેલીમાં સિંહોને શ્વાનની માફક દોડાવતા બાઇક સવારનો વીડિયો વાયરલ

2022-09-05 2

અમરેલીમાં સિંહોની પજવણીનો વીડિયો ફરી સામે આવ્યો છે. જેમાં પજવણી ખોરો દ્વારા ધોળા દિવસે 2 સિંહોની પજવણી કરવામાં આવી હતી. તેમાં ખાંભાથી ડેડાણ રોડ પર નીકળેલા એક

સિંહણ અને સિંહની પાછળ બાઇક દોડાવાઈ છે. જેમાં રસ્તો ક્રોસ કરતા સિંહો પાછળ બેફામ બાઇક દોડવાઈ છે.

તેથી સિંહોને શ્વાનની માફક દોડાવતા બાઇક સવાર પર લોકોનો આક્રોશે ભરાયા છે. સિંહ પજવણીનો વીડિયો ખાંભાથી ડેડાણ રોડનો હોવાનું સામે આવ્યું છે. સિંહોની સુરક્ષાની વાતો કરતું

વનવિભાગ ફરી વામણું પુરવાર થયું છે. રાજુલાના રામપરા વિસ્તારમાં સિંહોની પજવણી બાદ પણ વનવિભાગની આળસ જોવા મળી છે. તથા સિંહોની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે.