સુરતના મહીધરપુરામાં ઘણા વર્ષોથી ભવ્ય લાઇટિંગ ડેકોરેશન કરેલ મહેલસમા મંડપમાં ગણેશજીનું સ્થાપન સંપૂર્ણ ધાર્મિક વિધિથી પૂજન અર્ચન સાથે કરવામાં આવે છે. અને ખૂબ
ઉત્સાહભેર ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે ગોલ્ડન જ્યુબીલી વર્ષ નિમિત્તે આ વર્ષે 350x25ના ખૂબ જ ભવ્ય મંડપમાં શ્રી ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે.
આ અંગે આયોજકે જણાવ્યું હતું કે ગણેશજીની પ્રતિમાને અંદાજિત 20થી 25 કિલો સોના અને ચાંદીથી મઢેલા ડાયમંડના દાગીનાથી શણગાર કરવામાં આવ્યા છે. જેમાં મુગટ, બાજુબંધ, હાથ
તથા પગમાં કવર તેમજ કેડે કંદોરો અને નવલખા હારથી ગણેશજીનો અદભૂત શણગાર કરાયો છે. સાથે જ 45 કિલોની સુંદર આકર્ષણ પાડે એવી પ્યોર ચાંદીની ગણેશની પ્રતિમા મુકવામાં
આવી છે. મુખ્ય આકર્ષણ રૂપ 2 ફૂટ અને 4 ફૂટની ચાંદીની પ્રતિમા સાથે 108 ગણપતિ સાથે જ પાન આકારની 1,50,૦૦૦ ડાયમંડની મૂર્તિ અને 7 કિલો ચાંદીના મુષક રાજે પણ વિશેષ
આકર્ષણ વધાર્યું છે. અને સાથો સાથ 45 કિલોની સુંદર આકર્ષણ પાડે એવી ગણેશજીની ચાંદીની પ્રતિમાના દર્શન માટે દૂર દૂરથી ભક્તો આવી લાભ લે છે.