આજે સુપર સન્ડેમાં ભારતનો મુકાબલો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ફરી એકવાર થશે. ભારતે જો દુબઇમાં રવિવારે પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સુપર ચારમાં પાછલી મેચની જેમ વિજય હાંસલ કરવો હશે તો તેના ટોચના ક્રમના બેટ્સમેનોએ સારો દેખાવ કરવો જ પડશે. સાથે ફાસ્ટ બોલર્સે પણ પોતાની જવાબદારી સારી રીતે નિભાવવી પડશે. ભારતના ટોચના ક્રમના બેટ્સમેનોની પારવ પ્લેના પ્રદર્શનની સમસ્યા છે તો સાથે અનુભવવિહીન આવેશ ખાનની ડેથ ઓવર્સની બોલિંગ પણ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય છે.