ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન

2022-09-04 420

ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું રવિવારે માર્ગ અકસ્માતમાં નિધન થયું છે આ દુર્ઘટના મુંબઈને અડીને આવેલા પાલઘરમાં થઈ હતી. સાયરસ મિસ્ત્રીની કાર તેજ ગતિએ જઈ રહી હતી. સ્પીડ વધુ હોવાથી કાર ડિવાઈડર પરથી ફંગોળાઈને ડીવાઈડર સાથે અથડાઈ હતી. કારમાં 4 લોકો હતા જેમાંથી 2ના મોત થયા હતા. 2 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. પાલઘર એસપીએ સાયરસ મિસ્ત્રીના મોતની પુષ્ટિ કરી છે.