કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રૂ.9.54 કરોડના ખર્ચે બનેલી શાળાઓનું લોકાર્પણ

2022-09-04 212

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદના વાડજમાં સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં રૂ.9.54 કરોડના ખર્ચે બનેલી શાળાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કરતા જણાવ્યું છે કે 3200થી વધુ બાળકોને શિક્ષણનો લાભ મળશે.

કોંગ્રેસના રાજમાં પોરબંદર શરૂ થાય છે તેવા બોર્ડ જોયા

તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધનમાં વધુમાં જણાવ્યું છે કે PM મોદીએ નવી શિક્ષણ નીતિ પર ભાર મુક્યો છે. હવે દિલ્હીથી ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. CM એ જ

પોલિસીને આગળ વધારી રહ્યા છે. તથા કરફ્યૂ ગુજરાતમાં જોવા જ નથી મળ્યો. તથા BJPની સરકાર આવ્યા બાદ શાંતિ રહી છે. તેમજ પોરબંદરની જેલને તાળા મારવા પડયા હતા.

તથા કોંગ્રેસના રાજમાં પોરબંદર શરૂ થાય છે તેવા બોર્ડ જોયા છે.

ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરાશે

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ ઉપસ્થિત રહેશે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. જેમાં ગુજરાતના પેરા-એથ્લેટ્સનું

સન્માન કરાશે. તથા ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરાશે. તેમજ ગૃહમંત્રી અમિત શાહ આજ રોજ અમદાવાદમાં સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કરશે. અમદાવાદમાં નવા વાડજ, ઘાટલોડીયા અને

થલતેજ વિસ્તારમાં સ્માર્ટ સ્કૂલો બનાવવામાં આવી છે.

અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે


થલતેજમાં બનાવવામાં આવેલી સ્માર્ટ શાળા 2000 વારની જગ્યામાં બનાવવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ તમામ સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. શહેરની

નારણપુરા શાળા નંબર-6, ઘાટલોડિયા શાળા નંબર-2, વાડજની શાળા નંબર-2 અને થલતેજની શાળા નંબર-2નું ઉદ્ઘાટન કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઇકાલે રાત્રે 11 વાગ્યે

અમદાવાદ આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓનું એરપોર્ટ પર સંગઠનના સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે ગૃહમંત્રી આજે અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.

Videos similaires