કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ પ્રવાસે છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ સ્કૂલનું લોકાર્પણ કરશે. તેમાં અમદાવાદને ચાર સ્માર્ટ સ્કૂલ મળશે. તેમજ ગૃહમંત્રી અમિત શાહ સભાને
સંબોધિત કરશે. તેમાં અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયાના કાર્યક્રમમાં હાજરી આપશે. તથા 36મી નેશનલ ગેઈમ્સનો મેસ્કોટ અને એન્થમ લોન્ચ કરશે.
ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરાશે
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ ઉપસ્થિત રહેશે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. જેમાં ગુજરાતના પેરા-એથ્લેટ્સનું
સન્માન કરાશે. તથા ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરાશે. તેમજ ગૃહમંત્રી અમિત શાહ આજ રોજ અમદાવાદમાં સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કરશે. અમદાવાદમાં નવા વાડજ, ઘાટલોડીયા અને
થલતેજ વિસ્તારમાં સ્માર્ટ સ્કૂલો બનાવવામાં આવી છે.
અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે
થલતેજમાં બનાવવામાં આવેલી સ્માર્ટ શાળા 2000 વારની જગ્યામાં બનાવવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ તમામ સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કરવામાં આવશે. શહેરની
નારણપુરા શાળા નંબર-6, ઘાટલોડિયા શાળા નંબર-2, વાડજની શાળા નંબર-2 અને થલતેજની શાળા નંબર-2નું ઉદ્ઘાટન કરાશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઇકાલે રાત્રે 11 વાગ્યે
અમદાવાદ આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓનું એરપોર્ટ પર સંગઠનના સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે ગૃહમંત્રી આજે અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.