ચૂંટણીની ટિકિટ મુદ્દે સી.આર.પાટીલનું મોટું નિવેદન । રાજ્યમાં સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન

2022-09-03 306

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ચહલ-પહલ અને હલચલ મચતી જોવા મળી રહી છે, ત્યારે ટિકિટ ફાળવણી મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે ભાવનગરમાં મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે, ટિકિટ ફાળવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ નક્કી કરશે. પીએમ મોદી અને અમિત શાહને તમામ લોકોની ખબર છે. સાથે જ તેમણે કહ્યું કે, ટિકિટ માટે મારી પાસેથી કોઈ અપેક્ષા રાખશો નહીં. તો બીજી તરફ રાજ્યમાં અલગ અલગ કર્મચારી સંગઠન અને ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. કર્મચારી મહામંડળ, શિક્ષણ સંઘ અને આંગણવાળી બહેનો સહિતના કર્મચારીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે જોઈએ ખબર ગુજરાતમાં વધુ સમાચારો...

Videos similaires