ગુજરાતમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓ દ્વારા એક બીજા પર પ્રહારો કરતા રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં આજે ઘમાસણ જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા દ્વારા રાજ્યના ગૃહમંત્રી સામે ડ્રગ્સ મામલે કરાયેલ ટિપ્પણી પર સુરતમાં પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે. ગુજરાતમાં ડ્રગ્સ પકડાવવા મામલે ઇટાલિયાએ હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' કહ્યા હતા ત્યારબાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની ફરિયાદ કરાઇ છે.