વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકોટમાં રાષ્ટ્રીય નેતાઓનો જમાવડો જામ્યો છે. આજે ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યા રાજકોટ આવી પહોંચ્યા હતા. અહીં તેમણે રેલી યોજ્યા બાદ પત્રકાર પરિષદને સંબોધી હતી. અહીં તેમણે કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા.
અરવિંદ કેજરીવાલનું રાજકારણ છે ક્રેડિબિલિટી વગરનું છે. દેશના સૌથી મોટા યુટર્નવાળા નેતા અરવિંદ કેજરીવાલ છે. તેમનું રાજકારણ પણ ઓડ-ઇવન જેવું ચાલે છે. તેમના નિવેદનોને ગુજરાતના કે દેશના યુવાનો ગંભીરતાથી લેતા નથી.
અહીં રેવડી અને બેવડી પોલિટિક્સ નહીં ચાલે. કેજરીવાલને નિવેદનોને અહીં પણ કોઇ ગંભીરતાથી લેતું નથી. યુવાનોએ નિર્ણય કર્યો છે કે ગુજરાતમાં ફરી ભાજપની જ જીત થશે. આવનારી ચૂંટણી ભાજપની જીત નક્કી છે.