અમરેલીમાં ભાજપના સાંસદ નારણ કાછડિયાએ કોંગ્રેસના ધારાસભ્યના વખાણ કર્યા

2022-09-03 10

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પક્ષ-વિપક્ષના નેતાઓ એકબીજાના વખાણ નહીં પણ ટીકા ટિપ્પણી કરતાં હોય છે. આજે ભાજપના સાંસદ કોંગ્રેસના ધારાસભ્યના વખાણ કરતાં હોય તેનો વીડિયો સામે આવતા રાજકારણ ગરમાયું છે.

અમરેલી જિલ્લામાં ભાજપના સાંસદ નારણ કાછડિયાએ કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતના ભરપેટ વખાણ કર્યા છે. નારણ કાછડિયાએ જાહેરમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતને બિરદાવ્યા છે. નારણ કાછડીયાએ કહ્યું કે અહીં રાજકીય કોઇ ચર્ચા કરવાની નથી. સારું કાર્ય કરતા હોય એને ગીતાની અંદર અને શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે સારા કહેવું. તેમણે ઘણા સારા કામ કર્યા છે.