સુરતમાં મિલેનિયમ માર્કેટ-2માં આગ લાગી, ફાયરની સાત ટીમે આગ બુઝાવી

2022-09-02 16

સુરતમાં આવેલી મીલેનીયમ 2 ટેક્સટાઈલ માર્કેટમાં ત્રીજા માળે આવેલી રીટેલની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગમાં દુકાનમાં રહેલી 200 કરતા વધુ સાડીઓ બળીને ખાક થઇ હતી. આગને બુઝાવા માટે ફાયરની 7 કરતા વધુ ટીમોએ કવાયત હાથ ધરી હતી અને આગને કાબુમાં લીધી હતી. જો કે આ આગ ક્યા કારણોસર લાગી હતી તેના અહેવાલો હજુ સુધી પ્રાપ્ત થયા નથી.