અમદાવાદમાં માલધારી મહાપંચાયત દ્વારા માલધારી વેદના રેલી કાઢવામાં આવી હતી. આ રેલી બાપુનગરના ભીડ ભંજન હનુમાન મંદિરથી નીકળી લાલ દરવાજા થઈને ભદ્રકાળી મંદિર પહોંચી હતી. મંદિરે પહોંચ્યા બાદ મોટી સંખ્યામાં માલધારીઓએ ભદ્રકાળી માતાજીના દર્શન કરીને તેમના પ્રશ્નો અને સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં માલધારીઓ રેલીમાં જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે છે કે માલધારી સમાજની મુખ્ય 11 માંગો છે કે જેમાં રોડ પર રઝળતા પશુઓને પાંજરે પુરાવાને બદલે સરકાર કોઈ બીજો વિકલ્પ શોધે તેવી માંગ કરી છે.